Garbhyatra Gujarati Book For Garbhsanskar(Hardcover, Gujarati, Ashish Bhalani)
Quick Overview
Product Price Comparison
કોઇપણ સ્ત્રીનો સહજ સ્વભાવ વહેવાનો છે. સ્ત્રી પોતાના જીવનમાં ત્રણ પ્રવાહમાં વહેતી જોઇ શકાય છે. એક પ્રવાહ વહે છે રક્તનો પ્રવાહ(માસિકધર્મ અને પ્રસૂતિ વેળાએ), બીજો પ્રવાહ વહે છે આંસુનો પ્રવાહ (પ્રસૂતિ દરમિયાન), અને ત્રીજો પ્રવાહ વહે છે દૂધનો પ્રવાહ (પ્રસૂતિ બાદ). આ ત્રણ પ્રવાહો માતા સહજ ભાવથી વહાવતી હોય છે. રક્તના પ્રવાહનું જોડાણ સત્ય સાથે છે, દૂધના પ્રવાહનું જોડાણ પ્રેમ સાથે અને આંસુના પ્રવાહનું જોડાણ કરુણા સાથે છે અને આ ત્રણેયનો ઈશ્વરીય સંગમ એટલે ગર્ભની આનંદમય યાત્રા.રામની મર્યાદા, કૃષ્ણની લીલા, બુદ્ધની કરુણા, મહાવીરની અહીંસા, ઈસુની પ્રેમભાવના, મહંમદની શરણાગતિ અને ગાંધીની નિષ્કામ સેવા – આ બધી સત્ય માતૃત્વઘટનાઓ ગણાય.નિષ્ણાતો એવા પુરાવા આપ્યા છે કે હકારાત્મક વિચારસરણી તંદુરસ્ત શરીરને આકાર આપી શકે છે, બીમાર હોય તો સાજા કરી શકે છે અને ગર્ભાવસ્થા દરમિયાન તંદુરસ્ત બાળકનું નિર્માણ કરવા હકારાત્મક વિચારસરણી અતિઆવશ્યક બને છે. પ્રથમ આપણે ખુદ ઉત્તમ બનાવીએ, આપણું બાળક આપો આપ ઉત્તમ થઈ જશે. જગતની હરેક માતાને શ્રેષ્ઠ બનવાનો અધિકાર છે. હકારાત્મક વિચારસરણી કેળવવામાં મદદરૂપ પુસ્તકો.ભારતીય વેદો, પુરાણો અને ગ્રંથોનો નિચોડ.ગર્ભાધાનની ઇશ્વરીય પ્રણાલીની સવિસ્તૃત સમજૂતી.દુનિયાની પ્રથમ બુક જેમાં પુસ્તકની ઉપયોગીતા સાબીત કરી આપતી (તાળો મેળવી આપતી) પદ્ધતિ.બાળકના વિક અનુસાર આધ્યાત્મિક વિકાસ, શારીરિક વિકાસ, અને માનસિક વિકાસની રિસર્ચ થયેલી સમજૂતી.પુસ્તક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્ધ. ભગવાન તમારી સગર્ભાવસ્થાની યાત્રાને આનંદદાયક, અવિસ્મરણીય અને યાદગાર બનાવે તેવી પ્રાર્થના.