Hu Gita Chhu | Zipri.in
                      Hu Gita Chhu

Hu Gita Chhu

Quick Overview

Rs. on ShopcluesBuy
Product Price Comparison

ભગવદ્‌ગીતાની સાયકોલૉજી પર એક અભૂતપૂર્વ વ્યાખ્યા

 

યુદ્ધ શરૂ થવાની બરાબર પહેલાં અર્જુન કૃષ્ણને કહે છે કે રાજ્ય પ્રાપ્ત કરવા માટે ના તો હું ભાઈઓને મારવા માગું છું અને ના તો કોઈ હિંસા કરવા માગું છું. ધર્મશાસ્ત્ર પણ તેની મંજૂરી નથી આપતા.

·     શું તમે અર્જુનની વાતો સાથે સહમત છો?

·     તો પછી કૃષ્ણ અર્જુનની વાતો સાથે સહમત કેમ ના થયા?

·     કૃષ્ણએ અર્જુનને યુદ્ધ માટે ઉશ્કેર્યો કે તેને સાચો માર્ગ બતાવ્યો?

·     શું યુદ્ધ અને હિંસા કરવાના પણ યોગ્ય કારણ હોઈ શકે છે?

·     સાચું કોણ છે? કૃષ્ણ કે અર્જુન?

·     કૃષ્ણને ગીતા 18 અધ્યાય સુધી કેમ કહેવી પડી?

ખરેખર, ગીતા એક છે અને સવાલ અનેક છે... એવી જ રીતે જીવન પણ એક છે અને સવાલ અનેક છે. અને આ તમામ સવાલોના જવાબ માત્ર ગીતા આપી શકે છે. કેમકે, કૃષ્ણ મનુષ્યજાતિના પ્રથમ સાયકોલૉજિસ્ટછે તથા સ્પિરિચ્યુઅલ સાયકોલૉજીજ મન અને જીવનના બધાં જ સવાલોના સચોટ જવાબ આપી શકે છે. પરંતુ તેમ છતાં ગીતાના સાયકોલૉજિકલ પાસાઓને કાયમ નજરઅંદાજ કરાયા છે.

હું ગીતા છુંભગવદ્‌ગીતાની પ્રથમ એવી વ્યાખ્યા છે, જે સંપૂર્ણ 700 શ્લોકોનો સ્પિરિચ્યુઅલઅને સંપૂર્ણ સાયકોલૉજિકલ સાર પણ સમજાવે છે. ફર્સ્ટ પર્સનમાં લખેલી આ ગીતામાં અર્જુન સવાલ પણ હુંથી પૂછે છે અને કૃષ્ણ જવાબ પણહુંથી જ આપે છે. તેથી એવું લાગે છે કે જાણે આપણે ગીતા લાઈવસમજી રહ્યા છીએ.

દીપ ત્રિવેદી હું કૃષ્ણ છું,હું મન છુંતથાસર્વસ્વ સાયકોલૉજી છેજેવા અનેક બેસ્ટસેલિંગ પુસ્તકોના લેખક છે. આ પુસ્તક દ્વારા દરેક વયનો વ્યક્તિ ભગવદ્‌ગીતાનો સંપૂર્ણ સારાંશ નિશ્ર્ચિત જ ખૂબ સરળતાથી ગ્રહણ કરી લેશે.

આ પુસ્તક અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં ઉપલબ્ધ છે.